વિદ્યાલયનો પરિચય
શિક્ષણ મુલ્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ,રાષ્ટ્રિયતાથી થી ઓત પ્રોત અને સેવા સહિષ્ણુતા અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોવું જોઈએ.આ ઉદેશ્ય ને સાર્થક કરવા વિદ્યાભારતી અખિલ ભારતીય સંસ્થાન નો પ્રારંભ કરવામાં આવ્યો.જે વિશ્વ ની સૌથી મોટું બિન સરકારી સંગઠન છે.પૂરા ભારતમાં ૨૭૦૦ વિધાલયો , ૩૧ લાકા વિધાર્થીઓ , ૧૪૦૦૦૦ પ્રશિક્ષિત આચાર્યો એક જ ધ્યેય સાથે કાર્ય કરે છે। સુરતમાં આજ ઉદેશ્યથી પ્રેરિત વિધાલયનો પ્રારંભ કરવાનો વિચાર માનનીય શ્રી સુવાલાલ શાહ અને શ્રી નાનાલાલજી શાહ કોઠારીના ચિંતનથી શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટની સ્થાપના કરી શ્રી ટી।ડી। વશી શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો.જેનું ઉદ્ઘાટન દિનાંક ૧૪.૦૬.૧૯૯૮ ના રોજ વિદ્યાભારતીના અધ્યક્ષ માનનીય શ્રી શાંતિલાલ શેઠના શુભ હસ્તે થયું.પ્રથમ વર્ષમાં ૩૬ વિદ્યાર્થીઓ , ૩ આચાર્યો થી પ્રારંભ થયેલું આ વિદ્યાલય આજે સંપૂર્ણ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે.
હમણાં અહીં શિશુવાટિકા થી ધોરણ ૧૨ કોમર્સ અને સાઇન્સ સુધીના વર્ગો ચાલે છે.